About the Book
અત્યારે તમારા હાથમાં નેટવર્ક માર્કેટિંગ/સીધા વેચાણ ઉદ્યોગમાં સૌથી વધારે વેચાયેલાં પુસ્તકની નવી અને આધુનિક ગુજરાતી આવૃત્તિ છે. આ પુસ્તકની મદદ લઈને અલગ અલગ કંપનીઓમાં કામ કરતાં લોકોએ વિવિધ ઉત્પાદનો અને આવકની યોજનાઓનો ઉપયોગ કરીને પોતાની આવકમાં ઘણો વધારો કર્યો છે. બધી જ સફળ ટીમો આ પુસ્તકનો ઉપયોગ ગાઇડ બુક તરીકે કરી રહી છે અને આ પુસ્તકમાં આપવામાં આવેલા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વિશાળ વ્યાપારિક સામ્રાજ્યોનું નિર્માણ કરી રહી છે.
આ પુસ્તકમાં નવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે હું મારા વાચકોને ટોચ પર જોવા માગું છું, તેમનાં સપનાં નિહાળી રહ્યો છું અને ઇચ્છું છું કે વિક્રમજનક સમયમાં પોતાની કંપનીમાં ટોચના સફળ લોકોમાં તેમનો પણ સમાવેશ થાય.
હું માનું છું કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સમય સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે અને આ પુસ્તક દ્વારા તમારા જીવનના ઓછામાં ઓછા 6-8 કીમતી વર્ષો બચાવવાનો પ્રયાસ કર્યો છે. મેં 12 વર્ષથી વધુ સમય સુધી સાચા દિલથી અને આત્માને અનુસરીને નેટવર્ક માર્કેટિંગમાં કામ કર્યું છે. મેં આવક અને સિદ્ધિઓનો નવો વિક્રમ બનાવ્યો છે અને એ જ સિદ્ધાંતો, સાધનો અને પદ્ધતિઓનો ઉપયોગ કરી હજારો લોકોના ભાવિનું નિર્માણ કર્યું છે, જે આ પુસ્તક સ્વરૂપે તમારા હાથમાં છે.
હવે તમારો સમય છે.
આ તમારી પળ છે.
આ પુસ્તકમાં આપવામાં આવેલી સફળતાની પદ્ધતિને અનુસરો.
તમારા બધા મિત્રોને આ પુસ્તક આપો.
ટોચ પર પહોંચવામાં ક્યારેય રોકાશો નહીં.
હું તમારી સાથે છું.
About the Author(s)
ABOUT THE AUTHOR
દીપક બજાજ સૌથી વધુ વંચાતા લેખક, શ્રેષ્ઠ વક્તા, ટ્રેનર અને કોચ છે. દીપક બજાજે 2007માં નેટવર્ક માર્કેટિંગની શરૂઆત કરી ત્યારે તેઓ એમ.એન.સી.માં મૅનેજર હતા. તેમણે પોતાનો વ્યવસાય શરૂ કરવા નોકરીમાંથી રાજીનામું આપ્યું અને ખૂબ જ ઓછા સમયમાં જબરજસ્ત સફળતા અને આધુનિક જીવનશૈલી પ્રાપ્ત કરી.
દીપક બજાજ મોટા ભાગનો સમય પોતાના સતત વધતા જતા વેપારમાં પસાર કરે છે. અત્યાર સુધીમાં તેમણે છેલ્લાં 16 વર્ષમાં 7 લાખથી વધુ લોકોને તાલીમ આપી છે. સોશિયલ મીડિયા પર તેમના વીડિયો દર મહિને 3 મિલિયનથી વધુ જોવાય છે. આજે વેપારમાં ઘણાં વર્ષો પછી દીપક બજાજ પોતે જ એક બ્રાન્ડ બની ગયા છે. તેમણે નેટવર્ક માર્કેટિંગની દુનિયામાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે લોકોને સફળતાની વિવિધ પદ્ધતિઓ શીખવવાનું પોતાના જીવનનું ધ્યેય નક્કી કર્યું છે. આ ધ્યેય તેમણે કેટલાંય વર્ષો અગાઉ લોકો સાથે સીધું વેચાણ કરતી વખતે નક્કી કર્યું હતું જેનાથી તેઓ લોકોને સફળતાના માર્ગ પર લાવી શક્યા હતા.
ABOUT THE TRANSLATTER
વિમલા ઠક્કર, MA (તત્વજ્ઞાન), L.L.B
વિમલા ઠક્કર એક ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઇટર અને ટ્રાન્સલેટર છે. ઠકકર ટ્રાન્સલેશન સર્વિસિસના પ્રોપોરાઈટર પણ છે. કેરિયરની શરૂઆતમાં તેઓ અંગ્રેજી ભાષા અને ‘વ્યક્તિવ વિકાસ’ વિષયના ફેકલ્ટી રહ્યા. ત્યારબાદ, તેઓ વિચરતા સમુદાય સમર્થન મંચ, સી. કે. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ, મદાલસા ચેરિટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ સાથે પાયાના સામાજિક કાર્યો સાથે જોડાયેલા રહ્યા છે. નાનપણથી એમના કુટુંબમાં અધ્યાત્મ અને સાહિત્યના પરિશીલનને કારણે એમનું વાચન વ્યાપક રહ્યું છે. ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ષટ્દર્શનમાં યોગ અને વેદાંત જેવા પારંપરિક વિષયો સાથે વિશ્વના તમામ અન્ય ઝેન, તાઓ, સૂફીઝમ વગેરેનો પણ તેમનો અભ્યાસ રહ્યો છે. એક ભાષાંતરકાર તરીકે તેમને ઘણાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી પુસ્તકોના અનુવાદ કરેલાં છે. જેમાં નેપોલિયન હિલની ‘થિંક બિગ ગ્રો રિચ' (ગુજરાતી) , 'જે. એન. યુ. કથા '(હિન્દી), કેશફ્લો ક્વૉડરેન્ટ (ગુજરાતી) A path to Enlightenment' (English) વગેરે મુખ્ય છે. જીવનમાં સતત હકારાત્મકતા અને સમગ્રતાનો દ્રષ્ટિકોણ રાખી 'આત્માત ઉદ્ધરેત જગત હિતાય ચ' એવી નિષ્ઠાથી જીવવું એવું માને છે.