Do Epic Shit (Gujarati)

Do Epic Shit (Gujarati)

Author : Ankur Warikoo (Author) Chirag Thakkar (Translator)

In stock
Rs. 299.00
Classification Self Help
Pub Date Aug 2022
Imprint Manjul
Page Extent 302
Binding Paperback
Language Gujarati
ISBN 9789355431554
In stock
Rs. 299.00
(inclusive all taxes)
OR
About the Book

એવું પણ બની શકે કે આ પુસ્તક તમે ખરીદેલું સૌથી નકામું પુસ્તક બની રહે, કારણ કે આ પુસ્તકમાં એવું કશું જ નથી જે તમે ન જાણતાં હો.
આ પુસ્તકમાં કોઈ જ આશ્ચર્યજનક રહસ્યનો ખુલાસો રજૂ નથી થયો. આ પુસ્તક તમને માત્ર એક વાત જ યાદ અપાવે છે. એ વાતની યાદ અપાવે છે કે જીવન આપણા બધાની સમક્ષ કેવી એક સમાન છતાં અલગ અલગ રીતે રીતે પ્રગટે છે.
આ પુસ્તકમાં કશું જ નવું નથી કહેવાયું. એ તમારા વિચારોને શબ્દનું સ્વરૂપ આપવા જ સર્જાયું છે. એવા વિચારોને શબ્દનું સ્વરૂપ અપાયું છે કે જે આપણે બધા અનુભવીએ છીએ, વારંવાર અનુભવીએ છીએ, પરંતુ ભાગ્યે જ અટકીને જેના વિશે વિચારીએ છીએ.
આ પુસ્તક તમારું જીવન બદલી નહીં નાખે. એ તમને જીવન પ્રત્યે માત્ર જાગ્રત કરવા સર્જાયું છે કે જેથી તમે અભાનતાપૂર્વક નહીં, પરંતુ સભાનતાપૂર્વક જીવનમાં પસંદગીઓ કરો.
આ પુસ્તકમાં મારા એ વિચારોનું સંકલન છે જેને મેં પાછલા બાર મહિનામાં સોશિયલ મીડિયામાં રજૂ કર્યા છે.
તેમાંથી મોટા ભાગના વિચારો મારા પોતાના ચિંતન, અવલોકન અને અનુભવોમાંથી જ પ્રગટ્યા છે.
સ્કૂલમાં અમે ‘બૂક ક્રિકેટ’ નામની એક રમત રમતા હતા. તેમાં અમે કોઈ પણ પુસ્તકનું ગમે તે એક પાનું ખોલીએ અને પાનાના નંબરથી નક્કી થાય કે અમે એ ‘બૉલ’ પર કેટલા રન કર્યા. હું માનું છું કે આ પુસ્તક પણ એ ‘બુક ક્રિકેટ’ના પુસ્તક જેવું જ બની રહેશે, જોકે તેમાં આપણે રન નહીં કરીએ. તેના બદલે આ પુસ્તકના પાને પાને આપણા વિચારોની યાદ તાજી કરાવાશે, આપણા વિચારોને શબ્દોમાં રજૂ કરાવાશે અને આપણને વધારે જાગરુક બનાવાશે.
હું એમ સૂચન કરીશ કે આ પુસ્તક વડે તમે પણ ‘બૂક ક્રિકેટ’ રમી જુઓ.
દરરોજ ગમે તે પાનું ખોલો. પછી એક કે બે કે પછી ત્રણ પાનાં વાંચો. તેના પર ચિંતન કરો. નોંધવા જેવું લાગે તે નોંધી લો. કંઈ નહીં તો છેવટે એ વાંચીને તમને જે અનુભવાયું હોય તે અનુભવ પર સ્મિત કરી લો.
પછી બીજા દિવસે પાછું ગમે તે એક પાનું ખોલો.
જો કોઈ પણ દિવસ તમને એમ વિચાર આવે કે ‘આજે તો મારે આ વાત સાંભળવાની જરૂર હતી જ’, તો મને આ સદીનો બેસ્ટ-સેલિંગ લેખક માનજો!
આનંદમાં રહો
એકાગ્ર રહો
કામ નહીં, કારનામા કરતાં રહો!

About the Author(s)

ABOUT THE AUTHOR
અંકુર વારિકૂ એન્ત્રપ્રેન્યોર અને કન્ટેન્ટ ક્રીએટર છે. સફળતા અને નિષ્ફળતા, રૂપિયા અને રોકાણ, આત્મ-જાગરુકતા અને અંગત સંબંધો અંગેના તેમના ઊંડા, રમૂજી અને એકદમ પ્રામાણિક વિચારોને કારણે તેઓ ભારતની ટૉપ પર્સનલ બ્રાન્ડ્સમાંના એક બની રહ્યા છે.
અંકુર વારિકૂ એક ઉદ્યોગસાહસિક, શિક્ષક, કન્ટેન્ટ ક્રીએટર અને મૅન્ટર છે. અંકુરે nearbuy.comની સ્થાપના કરી અને 2015થી 2019 સુધી તેના સી.ઈ.ઓ. રહ્યા. એ પહેલા અંકુર ગ્રૂપઑન ઇન્ડિયાના સી.ઈ.ઓ. હતા. આજે તેઓ પોતાનો સમય કન્ટેન્ટ સર્જવામાં, ઑનલાઇન ભણાવવામાં અને પહેલીવારના સ્થાપકોને ભણાવવામાં વ્યતિત કરે છે.
પોતાના પ્રથમ પુસ્તકમાં અંકુર એ વિચારોનું સંકલન રજૂ કરે છે, જેનાથી તેમની યાત્રા આગળ વધી હતી, એ યાત્રા જેની શરૂઆતમાં તેઓ સ્પેસ એન્જિનિયર બનવા ઇચ્છતા હતા અને હવે તેઓ એવા કન્ટેન્ટ ક્રીએટર છે જેમને લાખો લોકો જુએ છે અને વાંચે છે.
સફળતા માટે લાંબાગાળાની આદતો કેળવવાથી માંડીને મની મૅનેજમૅન્ટ સુધી અને નિષ્ફળતાઓને આવકારવા અને સ્વીકારવાથી માંડીને પરાનુભૂતિના સત્ય સુધી તેમના વિચારો વિસ્તરેલા છે.
આ એવું પુસ્તક છે જે વાંચવું પડે, વારંવાર વાંચવું પડે. તમે તેનાં વાક્યો હાઇલાઇટ કરશો અને તેના વિશે વારંવાર વિચાર પણ કરશો અને એ તમારા પરિવાર, મિત્રો અને અજાણ્યા લોકોને પણ આપશો. અંકુરને એવી આશા છે કે, આ પુસ્તક સૌથી વધુ ભેટ અપાતું પુસ્તક બની રહેશે.

ABOUT THE TRANSLATOR
ભારતમાં અંગ્રેજી સાહિત્ય અને ઇંગ્લૅન્ડમાં પત્રકારત્વ અને બિઝનેસ મૅનેજમૅન્ટના અભ્યાસ પછી ચિરાગ ઠક્કર ‘જય’ 100થી પણ વધારે પુસ્તકોનો અનુવાદ કરી ચૂક્યા છે. તેમનું પ્રેરણાત્મક પુસ્તક ‘કિરણે કિરણે વિશ્વાસ’ પણ પ્રગટ થયું છે. ટૂંકી વાર્તાના લેખન માટે GLA (UK) તરફથી 2013ના ‘શાંતશીલા ગજ્જર સ્મારક પારિતોષિક’ અને GLF તરફથી 2017ના ‘શ્રેષ્ઠ અનુવાદક’ તરીકે તેમનું સન્માન કરવામાં આવ્યું છે. 2013થી તેઓ લેખક અને અનુવાદક તરીકે કામ કરે છે અને અમદાવાદ, ગુજરાતમાં સ્થાયી થયા છે.
વધુ જાણકારી તેમની વેબસાઇટ chiragthakkar.me પર મળી રહેશે.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18444760
Code ProfilerTimeCntEmallocRealMem