Chhatrapati Shivaji Terminus: Travelling through Time ( Gujarati)

Chhatrapati Shivaji Terminus: Travelling through Time ( Gujarati)

Author : Subuhi Jiwani (Author) Falguni Nishat (Translator)

In stock
Rs. 150.00
Classification Childrens Book
Pub Date March 2021
Imprint Manjul Publishing House
Page Extent 32
Binding Paperback
Language Gujarati
ISBN 9789389647433
In stock
Rs. 150.00
(inclusive all taxes)
OR
About the Book

ભારતીય સંસ્કૃતિની સભ્યતા વિશ્વભરમાં ગણમાન્ય બની છે. ભારતવર્ષ પાસે પાંચ હજાર વર્ષ જૂની સભ્યતા તેની જીવનશૈલીની ઉજાગર કરે છે. આદી માનવી કાળક્રમે તેની જરૂરિયાતો પૂરી કરવા નીતનવા સાધનો અને વ્યવસ્થા ઊભી કરતો રહ્યો. ઓગણીસમી સદીનો ઇતિહાસ યંત્રયુગની ક્રાંતિથી શરૂ થયો. માનવી પોતાના એક કબિલામાંથી છુટો પડી સામજ સાથે સુદૂરથી વિસ્તરતો ગયો. તેમાં એક જગાથી બીજી જગાએ જવાનું સરળ બને તેવી સંરચનાઓ તૈયાર કરતો ગયો. તેમાં રેવલે વ્યવહાર મુખ્ય બન્યો. નજીકના ઇતિહાસમાં જ સન 1878માં મુંબઇ સ્થિતિ બોરીબંદર ખાતે એક ભવ્ય રેલવે સ્ટેશન બનાવ્યું. બ્રિટીશ શાસન દરમિયાન આ રેલવે સમગ્ર વિશ્વ વેપારનું કેન્દ્ર બની ગયું. આ રેલવે સ્ટેશનમાં ભારતીય અને બ્રિટીશની તાંત્રિક-કલા-વિજ્ઞાનનો સુભગ સમન્વય થયો છે. હાલ આ રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનસથી ઓળખાય છે. જે સમગ્ર મુંબઇ અને દેશના અન્ય રેલવે સાથે જોડાયેલું વિશ્વનું સૌથી વ્યસ્ત અને સૌથી મોટી સંખ્યામાં પ્રવાસીઓના આવાગમન માટે જાણીતું બન્યું છે. આ ‘છત્રપતિ શિવાજી ટર્મિનસ’ પુસ્તિકા અતીતના સંભારણાથી બાળકોને રોમાંચિત કરે છે.

About the Author(s)

લેખકઃ સુબુહી જિવાની અચાનક મુંબઇની ઐતિહાસિક ઇમારતોને જોવા ગઇ અને બસ એ તો ઇમારતોના જાણે પ્રેમમાં જ પડી ગઇ. હાલમાં તેઓએ આવી એક ઇમારત અને તેના લોકોની વાત એક વીડિયોમાં કરી છે. તેમણે શોધી કાઢ્યું કે આવી ઇમારતોની વાતો અગણિત છે. તેઓ વારંવાર આવી ઇમારતોમાં જાય છે. અને શહેરોનો ઇતિહાસ જાણે છે અને એક બાળક જેવી પોતાની ઉત્સુકતા પૂરી કરે છે.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18467368
Code ProfilerTimeCntEmallocRealMem