Man's Search for Meaning ( Gujarati)

Man's Search for Meaning ( Gujarati)

Author : Victor E. Frankl

In stock
Rs. 199.00
Classification Psychology / Spirituality
Pub Date 15 August 2021
Imprint Manjul Publishing House
Page Extent 204
Binding Paperback
Language Gujarati
ISBN 9789390924585
In stock
Rs. 199.00
(inclusive all taxes)
OR
About the Book

‘ડૉક્ટર ફ્રેન્કલે પોતાના જે વિચારો આ પુસ્તક દ્વારા પ્રગટ કર્યા છે, તે ફ્રોઇડ, એડલર તથા જંગ પછી મનોચિકિત્સા ક્ષેત્રેનું સૌથી મહત્ત્વનું યોગદાન પ્રસ્તુત કર્યું છે. આ પુસ્તક કષ્ટ તથા પીડાના સમયમાં કેડી ચીંધી આપવામાં માર્ગદર્શક બની રહે છે. સાથે સાથે તે માનવસમુદાય પ્રત્યેની આપણી જવાબદારીનું પણ આપણને ભાન કરાવે છે. ફ્રેન્કલના પડકારોથી વિશેષ સાંત્વનાદાયક કશું ન હોઈ શકે. આ પુસ્તક ઘણાના જીવનો બદલી નાખ્યા છે. લેખકે એવા અનુભવો પર આધારિત છે જે શબ્દો ગહન પ્રામાણિકતામાં ઓતપ્રોત બન્યા છે, જેમાં છળ શક્ય નથી. ગહન માનવીય સમસ્યાઓ પર કેન્દ્રિત તથા નાટકીય વર્ણનનું એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. યુદ્ધના ભયંકર અનુભવમાંથી પણ કંઈક સારું મેળવવામાં લેખક સફળ રહ્યા છે જે પ્રેરણાદાયી દસ્તાવેજ મેન્સ સર્ચ ફૉર મિનિંગ ના રૂપમાં આપણી સામે પુસ્તકરૂપે મુકાયું.

About the Author(s)

વિક્ટર ઈ. ફ્રેન્કલ વિયેના મેડિકલ સ્કૂલ વિશ્વવિદ્યાલયમાં ન્યુરોલૉજી તથા સાઇકાઇટ્રીના પ્રોફેસર હતા. તેઓ સ્કૂલ ઑફ લોગો થેરપીના સંસ્થાપક હતા, જેને ફ્રોઇડના મનોવિશ્લેષણ તથા એડલના વ્યક્તિગત મનોવિજ્ઞાન બાદ મનોચિકિત્સકની ત્રીજી વિયેના શાખા તરીકે ઓળખવામાં આવી. બ્રિટિશ સાઇકૉલૉજિકલ સોસાયટીના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સર સિરિલ બર્ટે તેમના લેખનને ફ્રોઇડ, એડલર તથા જુંગ પછી મનોચિકિત્સા ક્ષેત્રનું સૌથી મહત્ત્વનું યોગદાન ગણ્યું છે.
૧૯૦૫માં જન્મેલા ડૉક્ટર ઈ. ફ્રેન્કલે વિયેના વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરની પદવી મેળવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઑશ્વિજ, ડખૌ તથા અન્ય નાઝી કૅમ્પોમાં ત્રણ વર્ષ વિતાવ્યાં હતાં. તેમનું પ્રથમ પુસ્તક ૧૯૨૪માં ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ સાઇકૉએનાલિસિસમાંથી પ્રકાશિત થયું હતું. તેમનાં કુલ ૩૦ પુસ્તકો પ્રકાશિત થયાં છે, જેના ત્રેવીસ ભાષાઓમાં અનુવાદ થયા છે. તેમાં ચીની તથા જાપાની ભાષાઓનો પણ સમાવેશ થાય છે. તેઓ હાર્વર્ડ સાથે પિટ્સબર્ગ, સેન ડિયાગો તથા ડલાસ વિશ્વવિદ્યાલયમાં વિઝિટિંગ પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. તેમને ઓગણત્રીસ વિશ્વવિદ્યાલયોએ માનદ પદવીથી વિભૂષિત કર્યા હતા અને તેમને સમગ્ર વિશ્વનાં અનેક વિશ્વવિદ્યાલયોમાં અતિથિ વ્યાખ્યાતા તરીકે આમંત્રવામાં આવતા હતા. સન ૧૯૯૭માં તેમનું અવસાન થયું. આજે પાંચે મહાદ્વિપોમાં લોગો થેરપીની સંસ્થાઓ છે.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18477376
Code ProfilerTimeCntEmallocRealMem