Mossad (Gujarati)

Mossad (Gujarati)

Author : Michael Bar-Zohar and Nissim Mishal (Author) Jatin Vora (Translator)

Out of stock Notify Me
Rs. 499.00
Classification History/Middle East
Pub Date 25th January 2024
Imprint Manjul Publishing House
Page Extent 410
Binding Paperback
Language Gujarati
ISBN 9789355439895
Out of stock Notify Me
Rs. 499.00
(inclusive all taxes)
About the Book

દાયકાઓથી ઇઝરાયેલની પ્રખ્યાત સુરક્ષા એજન્સી મોસાદને દુનિયાની સર્વશ્રેષ્ઠ જાસૂસી સંસ્થા માનવામાં આવે છે. આ પુસ્તકનાં લેખકો માઇકલ બાર-ઝોહાર અને નિસિમ મિશાલ આપણને રસપ્રદ, આશ્ચર્યજનક અને પ્રત્યક્ષ ઉદાહરણો સાથે આ સંસ્થાના પાછલાં 60 વર્ષો દરમ્યાનના પરદા પાછળના અત્યંત ખતરનાક અને મહત્ત્વપૂર્ણ મિશનો બાબતે જાણકારી આપે છે.
નાઝીઓના હત્યારા એડોલ્ફ આઇશમનની સનસનાટીપૂર્ણ ગિરફતારીથી લઈને હાલમાં જ ઈરાનના મુખ્ય પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યાને સમાવતું આ પુસ્તક સાચે જ અસંભવ કારનામાઓના આશ્ચર્યજનક કિસ્સો છે. જો તમે આંતરરાષ્ટ્રીય જાસૂસી, ગુપ્ત સંસ્થાઓ અને યુદ્ધ દરમ્યાન ચલાવવામાં આવતા ગુપ્ત અભિયાનોમાં રસ ધરાવતા હો, તો મોસાદ વાંચવું, આપને માટે ચોક્કસ જ એક રોમાંચક અનુભવ બની રહેશે.

About the Author(s)

મોસાદનું એક શરૂઆતનું સંસ્કરણ ઇઝરાયેલમાં 2010માં પ્રકાશિત થયું હતું, જ્યાં આ પુસ્તક સિત્તેર અઠવાડિયાં સુધી બેસ્ટ સેલરની યાદીમાં બની રહ્યું હતું અને વેચાણના વિક્રમો તોડવા માટે તેને સુવર્ણ, પ્લેટિનમ અને હીરક શિલ્ડ આપવામાં આવ્યા છે. અમે સૌપ્રથમ અમારા ઇઝરાયેલી પ્રકાશક, યેદિઓથ અહ્રોનોથ પ્રકાશન ગૃહના મહાનિર્દેશક, ડોવ આઇશેનવોલ્ડને ધન્યવાદ કહેવા માંગીએ છીએ, જેમણે આ પુસ્તકની કલ્પના કરી અને અમને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા અને સહયોગ આપતા રહ્યા.
અમારા રિસર્ચ આસિસ્ટન્ટ ઓરિના અલ્માસી અને નિલી ઓવનેટએ પુસ્તકની યોજનાને જીવંત કરવા માટે ખૂબ મહેનત કરી. નિલી ઓવનેટએ મોસાદની પુનઃલિખિત અને અદ્યતન આવૃતિ તૈયાર કરવામાં અમારી બહુ મદદ કરી છે.
આ પુસ્તક એક જ સમયે, દુનિયાના વીસ કરતાં વધુ દેશોમાં પ્રકાશિત થવા જઈ રહ્યું છે અને આને માટે અમારા એજન્ટોએ, ન્યૂયૉર્કના રાઇટર્સ હાઉસે, ખાસ કરીને “મિસ્ટર રાઇટર્સ હાઉસ” અલ ઝુકરમેને અને વિદેશના હકોની નિર્દેશિકા માજા નિકોલિકે જે મહેનત કરી છે, તેના માટે અમે તેના અત્યંત આભારી છીએ.
અને અંતે, અમે અમારી પત્નીઓ, ગેલીલા બાર-ઝોહાર અને એમી કોરમાનનો આભાર માનીએ છીએ, જેમણે આ પુસ્તક વિશે અમને ઘણું માર્ગદર્શન આપ્યું, તેને વાંચ્યું, સરખું કર્યું અને જેમણે હજી અમારી ઉપરનો વિશ્વાસ ગુમાવ્યો નથી.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18441992
Code ProfilerTimeCntEmallocRealMem