Most And More   ( Gujarati)

Most And More ( Gujarati)

Author : MAHATRIA RA

In stock
Rs. 295.00
Classification Self Help
Pub Date
Imprint Manjul Publishing House
Page Extent 222
Binding PAPERBACK
Language Gujarati
ISBN 9789387383623
In stock
Rs. 295.00
(inclusive all taxes)
OR
About the Book

‘અધિકતમ અને અધિકતર’ – નું વાંચન, એ આશા અને જીવનની વિપુલ સંભાવનાઓ માટેના કંઇકેટલા
માર્ગો ખોલી આપે છે. પુસ્તકના લેખક મહાત્રયા રાએ પોતાના જીવનભરની જિજ્ઞાસાના માધ્યમથી પ્રાપ્ત
કરેલા જ્ઞાનને તેમના વાચકોની સાથે એક અનોખી કથાના રૂપમાં પ્રસ્તુત કરે છે. તે આપણને અમલમાં મૂકી
શકાય તેવી સરળ યુક્તિઓના માધ્યમથી સફળતા અને જીવનઆનંદના માર્ગ પર પ્રસ્થાન કરાવે છે અને
આપણા જીવનની નાની કે મોટી વસ્તુઓના મહત્ત્વને સમજાવે છે. તે દરેક વ્યક્તિ માટે જરૂરી છે કે તેનું
જીવન સમગ્રતયા ખીલે – વ્યક્તિગત, વ્યવસાયીક રીતે અથવા મનોવૈજ્ઞાનિકપણે....

‘અધિકતમ અને અધિકતર’ પોતાની સ્પષ્ટ ભાષા અને સંબંધિત ઉદાહરણો માટે કોર્પોરેટ વિશ્વના અગ્રણી
ઉદ્યોગપતિ દ્વારા અપાર પ્રસંશા પ્રાપ્ત કરી રહ્યું છે. આ પુસ્તક એક ઉત્તમ ભેટ છે જે કોઇપણ વ્યવસાયીક
સંઘોની વ્યક્તિ કે આગેવાનોને જીવનઊર્જા પ્રદાન કરે છે.

તે તમામ દિવ્ય આત્માને સમર્પિત છે જે સ્વયંને બદલે દુનિયાને શ્રેષ્ઠતમ બનાવવાના પ્રયાસોમાં કાર્યરત છે.

‘જો તમે જે માર્ગ પર જઇ રહ્યા છો જેના પર બધા ચાલી રહ્યા છે.
તમે ત્યાં જ પહોંચશો જે અન્ય લોકો પહોંચવાના છે.
જો તમારે જ્યાં પહોંચવું છે, કે ત્યાં હજુ કોઇ પહોંચ્યું નથી,
તો તેની તમારે પહેલ કરવા તૈયાર રહેવું પડશે

જે અગાઉ પહેલા કોઇએ તે કર્યું નથી.
એક સફળતાની સાથે એક વિરામની આવશ્યકતા હોય છે.
પથ પ્રદર્શક ક્યારેક પથદર્શી બની જાય છે.
વિપુલતા તમારો જન્મસિદ્ધ અધિકાર છે.
તમે સૌથી વધુ અને અધિકારના પાત્ર છો.
અને એક માર્ગ છે’
- મહાત્રયા રા

‘અધિકતમ અને અધિકતર’ - આ પુસ્તકના અભ્યાસ દ્વારા તમારા જીવનમાં વધુમાં વધુ બદલાવ આવશે...

About the Author(s)

બે દશકોથી પણ વધુ સમયથી, મહાત્રયા રા વિશ્વભરના લાખો લોકોને ઉત્કૃષ્ઠ જીવન જીવવા માટે જાગૃત
બનાવી રહ્યા છે. મહાત્રયા રા અને તેમની બૌદ્ધિકસંપદા દ્વાર લોકોના જીવન બદલાઇ રહ્યાં છે, અને કંઇ
કેટલા લોકોના સ્વાસ્થ્ય, ધ્યાન, પ્રેમ, જીવનઆનંદ, આધ્યાત્મિકતા સાથેના સમન્વયમાં સફળતા શોધવા માટે
પોતાની રૂઢિગત માન્યતાઓ અને ભ્રમણાઓને દૂર કરવામાં સહાયક બની રહ્યા છે.

તેઓ ફોર્બ્સની યાદીમાં સમાવેશ થયેલા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકો, ચિંતકો, પુરસ્કૃત થયેલા
સંગીતજ્ઞો, રમતવીરો, શિક્ષણવિદ્ અને વિદ્યાર્થીઓથી માંડી કંઇકેટલા લોકોના જીવનમાં વૈચારિક ઊર્જાથી
સશક્ત બનાવી રહ્યા છે.

તેમની શિક્ષાનો માર્ગ અનુભવાત્મક, સાંપ્રત અને સરળતા દ્વારા હાસ્ય અને બુદ્ધિના સમન્વય સાથે
વણાયેલો છે. વય, સામાજીક મોભો અથવા ભૌગોલિક સરહદોની ચિંતા કર્યા વગર સદૈવ સફળતાની પ્રેરણા
આપે છે. મન અને હૃદયને આકર્ષે છે. જીવનના તમામ રહસ્યો અને વિરોધાભાસની પાછળ ‘શા માટે’ની
ભાવનાત્મક સંભાવના સાથે અનુભવોને પ્રસ્તુત કરતા, તેઓ હજારો સંગઠનો અને અગણિત લોકોને ખરા
અર્થમાં ‘જીવન સુંદર છે’ – તેની અનુભૂતિ કરાવે છે.

મહાત્રયા રા સ્વયં પોતાના જીવન માટે એક નિરંતર રહસ્યોદ્ધાટક છે. તે પથ-નિર્દેશક છે અને એક પ્રકારે પથ-
નિદર્શક છે.. તે સ્વયં એક ઘટના છે.....

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18434192
Code ProfilerTimeCntEmallocRealMem