About the Book
હતાશા અને ચિંતાઓથી પરેશાન લોકો માટે આશા અને પ્રેરણા આપનારું અદ્ભુત પુસ્તક!
ખરેખર જીવિત હોવાનો અનુભવ કરવો તેનો અર્થ શું છે?
દરેક વ્યક્તિનું જીવન માનસિક અસ્વસ્થતાથી પ્રભાવિત છે; જો આપણે પોતે આનાથી પીડિત ન હોઈએ તો બની શકે કે આપણો કોઈ મિત્ર કોઈ પ્રિયજન આનાથી પીડિત હોય.
પોતાના અનુભવો બાબતની મેટની સ્પષ્ટતા તે લોકો માટે ખાસ પ્રેરણાદાયી અને જાણકારી વધારનારી છે, જે લોકો હતાશાથી પીડિત છે અને તેના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે.
આ એક સાચી કહાણી છે જે દર્શાવે છે કે મેટ આ સંકટમાંથી કઈ રીતે બહાર આવી શક્યા, કઈ રીતે તે માનસિકતાને જીતી શક્યા, જેણે તેમના જીવનને લગભગ બરબાદ કરી દીધું હતુ આ વિજય મેળવ્યા બાદ તેમણે કઈ રીતે જીવવાનું શીખ્યું. મર્મસ્પર્શી અને આનંદપૂર્ણ આ પુસ્તક એક જીવનકથા કરતા પણ વધુ રોચક છે. આ પુસ્તક તમારા આ ધરતી પર રહેવાના સમયને વધારવા બાબતે છે.
About the Author(s)
ABOUT THE AUTHOR
મેટ હેગનું આ પુસ્તક નંબર વન બેસ્ટસેલર છે અને તેઓ વયસ્કો માટે ‘હાઉ ટુ સ્ટૉપ ટાઇમ’, ‘ધ હ્યુમન્સ’ અને ‘ધ રેડલીજ’ સહિતના છ બહુ–પ્રશંસિત પુસ્તકોના લેખક પણ છે. બાળકો અને કિશોર વયના વાચકોના લેખકરૂપે તેમણે ‘બ્લૂ પીટર’ બુક ઍવૉર્ડ અને ‘સ્માર્ટીઝ’ બુક પ્રાઇઝ જીત્યું છે અને તેમનું નામ કાર્નેગી મેડલ માટે ત્રણવાર નોમિનેટ થયું છે. તેમનાં પુસ્તકોની યુ.કે.માં 10 લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને તેમના કામનો અનુવાદ 40 કરતાં વધુ ભાષાઓમાં થયેલ છે.
ABOUT THE TRANSLATOR
આજના ઇન્ટરનેટના યુગમાં પણ પુસ્તકો વાંચવાની આપણી મૂળ પ્રણાલીને જાળવી રાખનાર વાચકબંધુઓને જતિન વોરાના જય હાટકેશ.
‘ધ રિઝન્સ ટુ સ્ટે અલાઇવ’ અને ‘ધ હ્યુમન્સ’ના લેખક મેટ હેગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અને આજના આંધળી ઝડપે ભાગતા જીવનમાં અચૂકપણે આવતા ડિપ્રેશન અને એંગ્ઝાઇટીનો સામનો કરવા માટેની વિવિધ રીતો દર્શાવતું એક અતિ સફળ અને શક્તિશાળી પુસ્તક છે, જે કેટલાય હતાશ લોકો માટે ક્રાંતિકારી સાબિત થયું છે. આ પુસ્તક મૂળભૂત રીતે આપણા જીવનમાં ક્યારેક અને ક્યારેક આવતા ડિપ્રેશન અને એંગ્ઝાઇટીમાંથી છુટકારો મેળવી એક સુખી અને આનંદસભર જીવન જીવવાનો માર્ગ દર્શાવે છે. આ પુસ્તકમાં મેટ હેગે તેમના પોતાના જ જીવનમાં પોતે અનુભવેલા ડિપ્રેશન અને એંગ્ઝાઇટીનો સફળતાપૂર્વક સામનો કરી કઈ રીતે તેમાંથી બહાર આવી શક્યા તેનું અદ્ભુત અને અસરકારક વર્ણન કરી અનોખું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આજના યુગમાં મોટા ભાગના લોકો ડિપ્રેશન અને એંગ્ઝાઇટીથી પીડાય છે, ત્યારે આ પુસ્તક તેમને માટે એક સફળ ઉપાય પૂરો પાડે છે.
હું, વ્યવસાયે સિવિલ એન્જિનિયર, પણ સાહિત્ય પ્રત્યેના અદ્ભુત લગાવના કારણે હું કેટલાંક પુસ્તકોનો અનુવાદ કરી ચૂક્યો છું. જેમાંનાં કેટલાંક પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયા છે, જેને વાચકો તરફથી સારો પ્રતિસાદ મળેલ છે.
આ પુસ્તકનાં ભાવાનુવાદમાં મુખ્ય ફાળો નવભારત સાહિત્ય મંદિરના શ્રી રોનકભાઈ શાહનો છે જેમના પ્રોત્સાહન થકી આ પુસ્તક આપના હાથમાં આવી શક્યું છે. તેમના સહકાર વગર હું આ પુસ્તક કદાચ સંપૂર્ણ કરી શક્યો ન હોત. તેમનો આભાર શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. તે સિવાય મારા દરેક કાર્યમાં મને સાથ આપનાર મારા પરિવારના સૌ સભ્યોનો પણ હું આભાર માનું છું.
અંતે આપ સહુ વાચકોના અભિપ્રાયની આતુરતા મને હંમેશાં હોય જ છે. જરૂરથી આપનો અભિપ્રાય મને મારાં ઇ–મેઈલ ઍડ્રેસ Jatin_1421@yahoo.com ઉપર મોકલી આપવા વિનંતી છે.
સૌને સુખી અને આનંદમય, ચિંતારહિત જીવન મળી રહે તેવી શુભેચ્છાઓ સહ.
જતિન વોરા