The Big Bull of Dalal Street: How Rakesh Jhunjhunwala Made His Fortune ( Gujarati)

The Big Bull of Dalal Street: How Rakesh Jhunjhunwala Made His Fortune ( Gujarati)

Author : Neil Borate, Aparajita Sharma & Aditya Kondawar (Author) Jatin Vora (Translator)

In stock
Rs. 299.00
Classification Management
Pub Date
Imprint Manjul Publishing House
Page Extent 199
Binding Paperback
Language Gujarati
ISBN 9789355439215
In stock
Rs. 299.00
(inclusive all taxes)
OR
About the Book

આ પુસ્તક ભારતના બિગ બુલ, રાકેશ આ નામથી જ જાણીતા હતા, તેમના જીવનચરિત્રનું વર્ણન કરે છે. આમાં રાકેશનું એક વ્યક્તિ અને એક વ્યવસાયી એમ બંને રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તેમની જીવનયાત્રાનું વર્ણન, તેમના શૅરબજારનાં રોકાણોના વિશ્લેષણ અને તેમણે આપેલાં અસંખ્ય ઇન્ટરવ્યૂ દ્વારા અદ્ભુત રીતે કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં, જે એક જીવનચરિત્ર કરતા વિશેષ છે, તેમાં મોટેભાગે જે શૅર દ્વારા તેઓ પોતાની સંપત્તિ ઊભી કરી શક્યા અને તેમણે જે ભૂલો કરી તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. શૅરબજારના આ મહાન રોકાણકારની જીવનયાત્રા દ્વારા, આ પુસ્તક રિટેલ રોકાણકારોને એક આગવી આંતરસૂઝ અને સમજ પૂરી પાડે છે – લાંબા ગાળાનાં રોકાણોના ફાયદાઓ, શૅરબજારમાં જે ભૂલ ન કરવી જોઈએ તે બાબતની માહિતી અને ઉધારીના સોદાઓમાં રહેલું જોખમ સહિત અન્ય બાબતો વિશે સમજણ આપે છે.

About the Author(s)

નીલ બોરાત ‘મિન્ટ’ ખાતે ડેપ્યુટી એડિટર છે, જ્યાં તેઓ પર્સનલ ફાઇનાન્સ ટીમના વડા છે. નીલ પોતે કાયદાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના સ્નાતક છે. તેઓએ બર્મિંગહામ યુનિવર્સિટી, યુ.કે. ખાતેથી ‘ઇન્વેસ્ટમેન્ટ’માં ડિપ્લોમાની ડિગ્રી મેળવી છે અને સીએફએ લેવલની પરીક્ષા પાસ કરી છે. તેમણે વ્યક્તિગત નાણાકીય બાબતો વિશે 2016માં, ‘વેલ્યુ રિસર્ચ’ નામના એક મ્યુચ્યુઅલ ફંડ રિસર્ચ પોર્ટલ ઉપર લખવાની શરૂઆત કરી. કેટલાક સમય દરમ્યાન ફિનટેક ક્ષેત્રમાં કામ કર્યા બાદ, તેઓ 2019માં ‘મિન્ટ’ સાથે રિપોર્ટર તરીકે જોડાયા. આ દરમ્યાન તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય રોકાણોની બાબતો વિશે માહિતી આપતા હતા. 2021માં તેઓને એડિટર બનાવવામાં આવ્યા.

અપરાજિતા શર્મા એક આર્થિક બાબતોના પત્રકાર છે અને તેમણે મીડિયાનાં વિવિધ સ્વરૂપો, ડિજિટલથી લઈને પ્રિન્ટ મીડિયા અને પ્રસારણ સુધીનાં માધ્યમો સાથે કામ કર્યું છે. તેઓ હાલમાં મિન્ટ, ફૉર્ચ્યુન ઇન્ડિયા, આઉટલૂક મની, કુવેરા અને અન્ય કેટલીક મ્યુચ્યુઅલ ફંડ સંસ્થાઓ માટે ફ્રી લાન્સિંગ કરી રહ્યા છે. તેઓ આ અગાઉ ‘બિઝનેસ ટૂડે’, ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’, ‘ઇકોનૉમિક ટાઇમ્સ’ અને ‘ઝી બિઝનેસ’ સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ ખાસ કરીને શૅરબજાર અને વ્યક્તિગત ફાઇનાન્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, જેમાં ખાસ ક્ષેત્રો જેમ કે, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્સ્યોરન્સ, લોન અને ફિનટેકનો સમાવેશ થાય છે. 2021માં તેઓ સમગ્ર એશિયામાંથી એશિયા જર્નાલિઝમ ફેલોશિપ માટે પસંદ કરવામાં આવેલ કુલ સત્તર જર્નાલિસ્ટમાંના એક હતા. તેઓ એક પ્રમાણિત ફાઇનાન્સિયલ પ્લાનર છે.

આદિત્ય કોંડાવર, દિલ્હી ખાતે આવેલ નાણાકીય સેવાઓ પૂરી પાડતી કંપની, ‘કમ્પલિટ સર્કલ કૅપિટલ લિ.’ના ભાગીદાર અને મહત્ત્વપૂર્ણ હિસાબોના વાઇસ પ્રેસિડેન્ટ છે. નાણાકીય સેવાઓ પૂરી પાડવાના ક્ષેત્રમાં તેમની સાત વર્ષની કામગીરીના સમયગાળામાં વિવિધ ક્ષેત્રો જેમ કે, બૅન્કિંગ, ઇક્વિટી રિસર્ચ અને એન્ટરપ્રિનિયરશિપનો સમાવેશ થાય છે. તેઓ અગાઉ સહ-સ્થાપક અને ચીફ ઑપરેટિંગ ઑફિસર હતા. આદિત્ય ઔદ્યોગિક વર્તુળમાં નાણાકીય બાબતોના સરળીકરણ અને કિસ્સાઓ દ્વારા મહત્ત્વપૂર્ણ સંદેશ આપવા માટે પ્રખ્યાત છે. ટ્વિટર ઉપર તેમના 92,000 જેટલાં અને લિંક્ડઇન ઉપર 15,000 જેટલા ફોલોઅર્સ છે અને તેમના લેખો અને અભિપ્રાયો મુખ્ય ન્યૂઝ સાઇટ્સ અને બ્લોગ ઉપર કવર કરવામાં આવે છે. તેઓ પ્રતિષ્ઠિત ન્યૂઝ ચૅનલ, જેમ કે સીએનબીસી આવાઝ, ઇટી નાવ અને ઇટી નાવ સ્વદેશ ઉપર દેખાય છે. તેઓએ ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિક્યોરિટીઝ માર્કેટ્સ’માંથી અનુસ્નાતક પશ્ચાતની ડિપ્લોમાની ડિગ્રી મેળવેલી છે.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18446488
Code ProfilerTimeCntEmallocRealMem