About the Book
“દરેક અંતનો એક પ્રારંભ હોય છે. બસ, એ સમયે આપણને એ વાતનો ખ્યાલ હોતો નથી...”
એકલવાયું જીવન પસા૨ ક૨ી ૨હેલા ભૂતપૂર્વ સૈનિક એડી પોતાના 83મા જન્મદિવસે એક નાની બાળકીને બચાવવા જતાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં મોતને ભેટે છે. પોતાના અંતિમ શ્વાસ લેતી વખતે તે બે નાના હાથોના સ્પર્શનો અનુભવ કરે છે અને ત્યાર પછી તેનું મૃત્યુ થાય છે. મૃત્યુ પછીના જીવનમાં જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે —તેને ખ્યાલ આવે છે કે સ્વર્ગ ઇડનનો કોઈ લીલોછમ બાગ નથી, પણ એવી જગ્યા છે જ્યાં તેની સાથે રહેના૨ પાંચ લોકો તમારા ધરતી ૫૨ના જીવન વિશે વ્યાખ્યા નક્કી કરે છે. તે લોકો પ્રિયજન પણ હોઈ શકે છે અને અજાણ્યા પણ હોઈ શકે છે. તેમ છતાં તેમનામાંથી દરેક જણ તમારો માર્ગ કાયમ માટે બદલી શકે છે.