The Making of Hero: Four Brothers, Two Wheels and a Revolution that Shaped India ( Gujarati)

The Making of Hero: Four Brothers, Two Wheels and a Revolution that Shaped India ( Gujarati)

Author : Sunil Kant Munjal (Author) Nitin Bhatt (Translator)

In stock
Rs. 399.00
Classification Self Help
Pub Date
Imprint Manjul Publishing House
Page Extent 254
Binding Paperback
Language Gujarati
ISBN 9789355432988
In stock
Rs. 399.00
(inclusive all taxes)
OR
About the Book

આ પુસ્તકમાં અમારા સ્થાપકોના વારસાને જાળવી રાખવાનો અને સાથે જ એ કથા કહેવાનો આશય છે કે કઈ રીતે એક ઇન્ડસ્ટ્રીએ અનેકોની અભિપ્સાઓને ઘાટ આપ્યો, મોટા પાયાનું ઉત્પાદન શરૂ કર્યું અને દેશના વિશ્વ સાથેના સંબંધો સશક્ત કર્યા. હું એ જ ઇચ્છા રાખું છું કે કાશ હું વધારે લખી શક્યો હોત. ઘણા બધા પ્રસંગો અને કથાઓ આ પુસ્તકમાં જણાવવામાં આવી છે. આમ છતાં સેંકડો, કદાચ હજારો પ્રસંગ એવા છે જેનો આમાં સમાવેશ નથી થઈ શક્યો. આનાં ખાસ કારણોમાં કથાનો એકસરખો પ્રવાહ જાળવી રાખવો, અમુક બાબતોમાં ગુપ્તતા જાળવવી અને ખાસ તો પુસ્તકનું કદ ચોક્કસ પ્રમાણમાં મર્યાદિત કરવું તે છે. આ બાબત માટે પ્રકાશક તરફથી સલાહ મળેલી અને આગ્રહ થયેલો.
અમુક લોકો આને કદાચ મૅનેજમેન્ટનું પુસ્તક ગણશે તો બીજા કહેશે કે, આ એક કુટુંબના બિઝનેસની કથા છે, તો અમુક એમ કહેશે કે આ એક કુટુંબની ઉદ્યોગ સ્થાપવા અને છ દાયકામાં આચરણ કરેલી જૂની પદ્ધતિ જે હજુ સુસંગત છે, શાશ્વત છે.
આ પુસ્તકને ઐતિહાસિક પુસ્તક પણ કહી શકાય અથવા કૉર્પોરેટ ઇન્ડિયાની ઉત્ક્રાંતિ અથવા સમગ્ર ભારતની કથા પણ કહી શકાય. હું તો એમ જ કહીશ કે, આ એક સાદીસીધી કુટુંબકથા છે જેમાં સહૃદયતા અને મારી અંગત મહેનત સમાયેલી છે. હું આશા રાખું કે તમને આ પુસ્તક વાંચવામાં એવો જ આનંદ આવશે જેવો મને આ પુસ્તક લખવામાં આવેલો. તમે ઇતિહાસ-અર્થશાસ્ત્રના વિદ્યાર્થી અથવા મૅનેજર કે પછી શિક્ષક અથવા માત્ર કોઈ સારી કથાના રસિયા હો તો હું માનું છું કે આ પુસ્તકના પાનાંમાંથી તમને કંઈક એવું મળશે, જે તમને હંમેશાં માટે યાદ રહેશે.

About the Author(s)

સુનીલ કાંત મુંજાલ ઉદ્યોગપતિ અને વેપાર, સંચાલન અને નીતિઘડતર
વિગેરે વિવિધ વિષયોમાં રસ ધરાવે છે.
સુનીલ કાંત મુંજાલ હીરો ગ્રૂપની સ્થાપના કરનાર બ્રિજમોહનલાલ મુંજાલના સૌથી નાના પુત્ર છે. હીરો કૉર્પોરેટ સર્વિસના ચૅરમૅન તરીકે તેમણે ઘણી નવી કંપનીઓની શરૂઆત કરી છે અને ગ્રૂપની પ્રક્રિયાઓના આયોજનમાં પ્રદાન કર્યું છે. તે હીરો સાઇકલ્સના મૅનેજિંગ ડાયરેક્ટરમાંના એક હતા અને ત્યારબાદ હીરો મોટોકોર્પ (પહેલાં હીરો-હોન્ડા)ના સહ મૅનેજિંગ ડાયરેક્ટર હતા.

તે BML મુંજાલ યુનિવર્સિટીના સહસ્થાપક છે. આ એક વિશિષ્ટ સંસ્થા છે, જે વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે અને તેમનો વિકાસ કરવાની તક આપે છે. સુનીલ કાંત મુંજાલ લુધિયાણા સ્થિત દયાનંદ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના પ્રમુખ છે. આ કૉલેજ ઉત્તર ભારતની અગ્રગણ્ય હૉસ્પિટલ અને ઉત્તમ પ્રાઇવેટ શિક્ષણ આપતી હૉસ્પિટલ ગણાય છે.
તેમણે જે સ્કૂલમાં અભ્યાસ કરેલો તે, ભારતની અગ્રગણ્ય દૂન સ્કૂલના તે ચૅરમૅન છે. તે ઉપરાંત તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, IIM અમદાવાદ, ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ, શ્રીરામ કૉલેજ ઑફ કોમર્સ અને યુનિવર્સિટી ઑફ ટોક્યોના સંચાલક મંડળના સભ્ય છે. તે ઉપરાંત સુનીલ MEPSC બોર્ડના ચૅરમૅન છે, જે સરકાર અને ઉદ્યોગની સહાયથી કૌશલ્ય કેળવણીનું કાર્ય કરે છે, જેથી દેશને સક્ષમ કર્મચારીઓ પ્રાપ્ત થાય.
આ ઉપરાંત તે DCM શ્રીરામ, એસ્કોર્ટસ, ભારતી ફાઉન્ડેશન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉર્પોરેટ અફેર્સના બોર્ડના સભ્ય છે. તે ઉપરાંત તે કોકા કોલા ઇન્ડિયા, ઇન્ડિયન એન્જલસ નેટવર્ક ફંડ અને યુ.કે. ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (UKIBC) ની સલાહકાર સમિતિના સભ્ય છે. તે IIT રોપર, લાઇફ ઇન્સ્યુરન્સ ઑફ ઇન્ડિયા (LIC) અને PNB ગીલ્સ લિમિટેડના બોર્ડમાં અને પંજાબ ટેક્નિકલ યુનિવર્સિટીના બોર્ડના ચૅરમૅન તરીકે કાર્યરત રહી ચૂક્યા છે.
તે કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના તથા ઑલ ઇન્ડિયા મૅનેજમેન્ટ ઍસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ હતા અને હજુ પણ બંને સંસ્થા સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તે પ્રધાનમંત્રીની વેપાર અને ઉદ્યોગ સમિતિના સદસ્ય હતા અને ૧૯૯૦માં નરસિંહમ કમિટીના સભ્ય હતા, જે કમિટીએ ભારતીય બૅન્ક અને અર્થતંત્રમાં ફેરફાર સૂચવેલા. તે પરોક્ષ કરવેરા માટે રચાયેલ સમિતિ (કેલકર સમિતિ) માં સામેલ હતા, જે સમિતિએ ભારતના પ્રથમ પરોક્ષ કરવેરા માટે માર્ગદર્શન આપેલું. તે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા રચિત લેબર રિફૉર્મ કમિશનના પણ સભ્ય હતા અને બૅન્કના બોર્ડ મેમ્બર્સની શું ભૂમિકા હોય તે રચનાર કમિટીમાં સામેલ હતા.
“ઇન્ડિયા ટુડે” મૅગેઝિને સુનીલ કાંત મુંજાલને “આ સદીના પ્રખ્યાત વ્યક્તિઓ”માં બિઝનેસ ક્ષેત્રમાં સામેલ કરેલા. ૨૦૧૬માં તેમને સામાજિક અને ઔદ્યોગિક શાંતિ માટે જેહાંગીર ઘાંડી મેડલ એનાયત કરવામાં આવેલો. તે જ વર્ષે તેમને SRM યુનિવર્સિટી, ચેન્નાઈ દ્વારા D. Lit.ની પદવી આપવામાં આવી. ૨૦૧૮ના વર્ષમાં પંજાબ યુનિવર્સિટી તરફથી તેમને રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં પ્રદાન બદલ ઉદ્યોગરત્ન ખિતાબ એનાયત થયો.
સુનીલ કાંત મુંજાલ જીવનભર કલાના ચાહક રહ્યા છે. તેમણે લુધિયાણા સાંસ્કૃતિક સમાગમ સંસ્થાની સ્થાપના કરી, જે લુધિયાણામાં સંગીત, નૃત્ય અને નાટક જેવી કલાને પ્રોત્સાહન આપે છે. તેમણે એસ. કે. રાય સાથે “All The World Is a Stage” પુસ્તક લખ્યું છે, જેમાં ભારતના જે ઉત્તમ સંગીતકારો અને નાટ્ય કલાકારોએ લુધિયાણામાં જે કાર્યક્રમ આપેલા તેના અનુભવ આલેખ્યા છે. તેમણે “Serendipity Arts Foundation”ની સ્થાપના કરી છે, જે કલા અને સંસ્કૃતિને સુસંગત વિશિષ્ટ શિક્ષણ, કાર્યશાળા અને સંશોધન કરે છે. તે ઉપરાંત આ સંસ્થા દર વર્ષે Serendipity Arts Festival આયોજન કરે છે જે વ્યાપ, ગુણવત્તા અને કલાના દરેક સ્વરૂપના સમાવેશની દૃષ્ટિએ વિશ્વનો સૌથી વિશાળ ઉત્સવ બની ચૂક્યો છે.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18454800
Code ProfilerTimeCntEmallocRealMem