About the Book
જરા થોભો અને વિચારો, તમારી રોજિંદી આદતો અને દૃષ્ટિકોણમાં બદલાવ લાવો અને પ્રસન્નતાનો અનુભવ કરો.
જાણીતા બૌદ્ધ સંન્યાસી શુનમ્યો મસુનોએ સદીઓ જૂના જ્ઞાન (ઝેનનો સાર) ને આધુનિક જીવન માટે સ્પષ્ટ, વ્યાવહારિક અને સરળતાથી અપનાવી શકાય તેવા નિયમોમાં સહુની સમક્ષ રજૂ કર્યું છે. તેઓ 100 દિવસ માટે રોજ એક નિયમને લાગુ કરવાની સલાહ આપે છે.
દરેક અભ્યાસ પછી, એક નાનું ચિત્ર આપવામાં આવ્યું છે અને બાકી પૃષ્ઠને કોરું રાખવામાં આવ્યું છે, જેથી બે પ્રકરણોની વચ્ચે ઊંડા શ્વાસ લઈ આરામ કરવાની તક મળી શકે. પ્રત્યેક અભ્યાસ સાથે તમે જોઈ શકશો કે કોઈ અસામાન્ય વસ્તુની શોધમાં જ પ્રસન્નતા છુપાયેલી નથી, તમે તેને તમારા જીવનમાં નાનાં નાનાં પરિવર્તનોમાં પણ તે મેળવી શકો છો. તે સાથે જ તમે આંતરિક શાંતિ અને સ્થિરતાનો પણ અનુભવ લઈ શકો છો.
About the Author(s)
About the Author
શુનમ્યો મસુનો, જાપાનના સાડા ચારસો વર્ષના પ્રાચીન એક ઝેન બૌદ્ધ મઠના મુખ્ય ભિક્ષુ છે. તેઓ એક પુરસ્કૃત ઝેન ગાર્ડન ડિઝાઇનર છે, જેના દુનિયાભરમાં અનેક ગ્રાહકો છે. તેઓ જાપાનની અગ્રગણ્ય આર્ટ સ્કૂલ પૈકીની એકમાં એન્વાયરોંમેંટલ ડિઝાઇન પ્રોફેસરના પદ ઉપર નિમણૂક પામેલા છે. તેમણે અનેક વિશ્વવિદ્યાલયો અને સંસ્થાઓમાં પોતાનાં વ્યાખ્યાનો રજૂ કર્યાં છે, જેમાં હાર્વર્ડ સ્કૂલ ઑફ ડિઝાઇન, કારનેલ યુનિવર્સિટી અને બ્રાઉન યુનિવર્સિટી પણ સામેલ છે.
About The Translator
આજના ઇન્ટરનેટના યુગમાં પણ પુસ્તકો વાંચવાની આપણી મૂળ પ્રણાલીને જાળવી રાખનાર વાચકબંધુઓને જતિન વોરાના જય હાટકેશ.
શુનમ્યો મસુનો એ જાપાની બૌદ્ધ ધર્મના ઝેન પંથના મુખ્ય ભિક્ષુ છે અને ઝેન ગાર્ડનના ડિઝાઇનર પણ છે. આ પુસ્તકમાં તેમણે ઝેન ધર્મના સિદ્ધાંતો મુજબ જીવન જીવવાની કળા રસપ્રદ રીતે રજૂ કરી છે. વિશ્વમાં પણ આજે અનેક લોકો ઝેન સિદ્ધાંતો તરફ આકર્ષાઈ રહ્યા છે, જે તેના સિદ્ધાંતોની સફળતાઓનો પુરાવો જ માની શકાય. આ પુસ્તક મૂળભૂત રીતે આપણને મળેલા આ અમૂલ્ય જીવનને સાર્થક અને સરળ બનાવવા માટેની ચાવીઓ અને ઉપાયો દર્શાવે છે, જે ખરેખર વ્યવહારિક રીતે સરળ અને અચૂક સાબિત થઈ શકે તેમ છે. પુસ્તકમાં 100 અલગ અલગ પ્રકરણોમાં જીવનમાં ઉતારવા જેવી અલગ અલગ બાબતો વિશે ચર્ચા કરવામાં આવી છે, જે ચોક્કસ જ ઉપયોગી થઈ શકે તેમ છે.
હું, વ્યવસાયે સિવિલ એન્જિનિયર, પણ સાહિત્ય પ્રત્યેના અદ્ભુત લગાવના કારણે હું કેટલાંક પુસ્તકોનો અનુવાદ કરી ચૂક્યો છું. જેમાંનાં કેટલાંક પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયાં છે જેને વાચકો તરફથી સારો પ્રતિસાદ મળેલ છે. આ પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ આપણા જીવનને વધુ શાંતિમય, વધુ સારું અને સાર્થક બનાવી શકે તે બાબતે કોઈ શંકા કરી શકાય તેમ નથી અને તે માટે સહુએ આ પુસ્તક વાંચવું જ રહ્યું.
આ પુસ્તકના ભાવાનુવાદમાં મુખ્ય ફાળો નવભારત સાહિત્ય મંદિરના શ્રી રોનકભાઈ શાહનો છે, જેમના પ્રોત્સાહન થકી આ પુસ્તક આપના હાથમાં આવી શક્યું છે. તેમના સહકાર વગર હું આ પુસ્તક કદાચ સંપૂર્ણ કરી શક્યો ન હોત. તેમનો આભાર શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. તે સિવાય મારા દરેક કાર્યમાં મને સાથ આપનાર મારા પરિવારના સૌ સભ્યોનો પણ હું આભાર માનું છું.
અંતે આપ સહુ વાચકોના અભિપ્રાયની આતુરતા મને હંમેશાં હોય જ છે. જરૂરથી આપનો અભિપ્રાય મને મારા ઇ-મેઈલ Jatin_1421@yahoo.com ઉપર મોકલી આપવા વિનંતી છે.
જતિન વોરા
બી.ઈ. (સિવિલ), એમબીએ (ફાઇનાન્સ)