Calling Sehmat ( Gujarati)

Calling Sehmat ( Gujarati)

Author : Harinder Sikka

In stock
Rs. 225.00
Classification Fiction
Pub Date May 2018
Imprint Manjul Penguin Co-Pub
Page Extent 232
Binding Paperback
Language Gujarati
ISBN 9780143446903
In stock
Rs. 225.00
(inclusive all taxes)
OR
About the Book

'કોલિંગ સેહમત' એ એક સાધારણ છોકરી ની અસાધારણ હિમ્મત , દેશપ્રેમ અને ઝનુન ની સત્યઘટના પર આધારીત એ વાત છે કે જેની મદદ વગર આપણે કદાચ ૧૯૭૧ નું યુધ્ધ ના જીતી શક્યા હોત. પોતાના પરીવાર , પ્રેમ અને જીવ કરતાં પણ દેશ ને આગળ મુકનાર આ યુવતી ખરા અર્થ માં આપણો 'હીરો' છે. પિતા ની અંતિમ ઈચ્છા ને પૂરી કરવા અને પાકિસ્તાન માં ચાલી રહેલા એમના ખાનગી મીશન ને પુરુ પાડવા સેહમત જે કુશળતા અને હિમ્મત દાખવે છે , એ અસામાન્ય છે.આ પુસ્તક ની વાત ઘણે અંશે આપણે મેઘના ગુલઝાર ની ફિલ્મ ' રાઝી' મા માણી ચુક્યા છીએ, પણ દેશભક્તિ અને સાહસ ની જે રોમાંચક હકીકતો અહિંયા વર્ણવાઈ છે એ માણવા માટે શ્રી હરિન્દર સિક્કા નું આ પુસ્તક વાંચવું જ રહ્યું.

About the Author(s)

હરિંદર સિક્કા હાલમાં પીરામલ ગ્રુપના સ્ટ્રેટેજીક બિઝનેસના ગ્રુપ
ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું
કર્યા બાદ, તેઓ ભારતી નૌસેના સાથે જોડાયા. જાન્યુઆરી 1981માં નૌસેના સાથે
જોડાયા બાદ એમણે 1993માં લેફ્ટનન્ટ કમાન્ડર તરીકે વહેલી નિવૃત્તિ
સ્વીકારી.

તેઓએ હમણઆં જ 'નમક શાહ ફકીર' નામની એક ફિલ્મનું નિર્માણ કર્યું જેને
કાન્સ, ટોરેન્ટ અને લોસ એન્જલસ ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ વખાણવામાં આવી છે.
આ ફિલ્મને રાષ્ટ્રીય એકીકરણ વિષય પર બનનારી શ્રેષ્ઠ ફિલ્મ તરીકે નરગીસ
દત્ત એવોર્ડ સહિતના ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળી ચૂક્યા છે.

'કોલિંગ સેહમત' એ હરિંદર સિક્કાનું પ્રથમ પુસ્તક છે, જેના પરથી
મે-2018માં મેઘના ગુલઝાર દ્વારા 'રાઝી' નામની એક ફિલ્મનું નિર્માણ
કરવામાં આવ્યું છે.

હરિંદર સિક્કા દિલ્હીમાં એમના પરિવાર સાથે રહે છે.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18455712
Code ProfilerTimeCntEmallocRealMem